Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

लग्न का वर्णन
 
(चौपाई)
सिय सुंदरता बरनि न जाई । लघु मति बहुत मनोहरताई ॥
आवत दीखि बरातिन्ह सीता ॥ रूप रासि सब भाँति पुनीता ॥१॥

सबहि मनहिं मन किए प्रनामा । देखि राम भए पूरनकामा ॥
हरषे दसरथ सुतन्ह समेता । कहि न जाइ उर आनँदु जेता ॥२॥

सुर प्रनामु करि बरसहिं फूला । मुनि असीस धुनि मंगल मूला ॥
गान निसान कोलाहलु भारी । प्रेम प्रमोद मगन नर नारी ॥३॥

एहि बिधि सीय मंडपहिं आई । प्रमुदित सांति पढ़हिं मुनिराई ॥
तेहि अवसर कर बिधि ब्यवहारू । दुहुँ कुलगुर सब कीन्ह अचारू ॥४॥

(छंद)
आचारु करि गुर गौरि गनपति मुदित बिप्र पुजावहीं ।
सुर प्रगटि पूजा लेहिं देहिं असीस अति सुखु पावहीं ॥
मधुपर्क मंगल द्रब्य जो जेहि समय मुनि मन महुँ चहैं ।
भरे कनक कोपर कलस सो सब लिएहिं परिचारक रहैं ॥ १ ॥

कुल रीति प्रीति समेत रबि कहि देत सबु सादर कियो ।
एहि भाँति देव पुजाइ सीतहि सुभग सिंघासनु दियो ॥
सिय राम अवलोकनि परसपर प्रेम काहु न लखि परै ॥
मन बुद्धि बर बानी अगोचर प्रगट कबि कैसें करै ॥ २ ॥

(दोहा)
होम समय तनु धरि अनलु अति सुख आहुति लेहिं ।
बिप्र बेष धरि बेद सब कहि बिबाह बिधि देहिं ॥ ३२३ ॥

*
MP3 Audio

*
 
લગ્નનું વર્ણન
 
(દોહરો)          
સીતાના સૌન્દર્યનું વર્ણન ના જ કરાય,
સૌંન્દર્ય પરમ અલ્પ મતિ, જાણે નહીં જરાય.
 
રૂપરાશિ સુપવિત્ર એ સીતાને જોઇ
જાનૈયા પ્રણમી રહ્યા પ્રેમથકી મોહી.
 
નીરખી રઘુવરને બન્યા સૌએ પૂરણકામ,
દશરથ સુત સહ હર્ષને પામ્યા શાંતિઠામ.
 
શાંતિપાઠ મુનિએ કર્યા આશીર્વાદ દઇ,
આવી સીતા મંડપે રસનું મૂળ થઇ.
 
ગૌરીગણ પતિ વિપ્રને પૂજ્યા શ્રીગુરુએ,
દેવો પ્રગટયા પ્રેમથી અર્પી આશિષને.
 
મધુપર્કાદિ સુવર્ણનાં પાત્રે ને કળશે
ભરતા સેવક મુનિતણી આજ્ઞાથી હરખે.
 
સૂર્યે દર્શાવી બધી કુળની રીતિ સપ્રેમ,
આદર સહિત પૂજાતણા સર્વ પળાયા નેમ.
 
પૂજા દેવોની કરી મુનિઓએ સ્થાપ્યું
સુભગ સિંહાસન સ્નેહથી સીતાને આપ્યું.
 
સીતા ને શ્રીરામનો પરસ્પર પરમ પ્રેમ
એકમેકનું દર્શન કહી શકાયે કેમ ?
 
મન બુદ્ધિ વાણી થકી અનુભવ છે પર જે
કવિ ઉત્તમ પણ એહને ક્યાંથી પ્રગટ કરે ?
 
લેતા અગ્નિ તન ધરી આહુતિ હોમતણી,
વિપ્રવેશ વેદો વદે વિધિને લગ્નતણી.