भरत, शत्रुघ्न और लक्ष्मण की शादी भी संपन्न
(चौपाई)
कुअँरु कुअँरि कल भावँरि देहीं ॥ नयन लाभु सब सादर लेहीं ॥
जाइ न बरनि मनोहर जोरी । जो उपमा कछु कहौं सो थोरी ॥१॥
राम सीय सुंदर प्रतिछाहीं । जगमगात मनि खंभन माहीं ।
मनहुँ मदन रति धरि बहु रूपा । देखत राम बिआहु अनूपा ॥२॥
दरस लालसा सकुच न थोरी । प्रगटत दुरत बहोरि बहोरी ॥
भए मगन सब देखनिहारे । जनक समान अपान बिसारे ॥३॥
प्रमुदित मुनिन्ह भावँरी फेरी । नेगसहित सब रीति निबेरीं ॥
राम सीय सिर सेंदुर देहीं । सोभा कहि न जाति बिधि केहीं ॥४॥
अरुन पराग जलजु भरि नीकें । ससिहि भूष अहि लोभ अमी कें ॥
बहुरि बसिष्ठ दीन्ह अनुसासन । बरु दुलहिनि बैठे एक आसन ॥५॥
(छंद)
बैठे बरासन रामु जानकि मुदित मन दसरथु भए ।
तनु पुलक पुनि पुनि देखि अपनें सुकृत सुरतरु फल नए ॥
भरि भुवन रहा उछाहु राम बिबाहु भा सबहीं कहा ।
केहि भाँति बरनि सिरात रसना एक यहु मंगलु महा ॥ १ ॥
तब जनक पाइ बसिष्ठ आयसु ब्याह साज सँवारि कै ।
माँडवी श्रुतिकीरति उरमिला कुअँरि लईं हँकारि के ॥
कुसकेतु कन्या प्रथम जो गुन सील सुख सोभामई ।
सब रीति प्रीति समेत करि सो ब्याहि नृप भरतहि दई ॥ २ ॥
जानकी लघु भगिनी सकल सुंदरि सिरोमनि जानि कै ।
सो तनय दीन्ही ब्याहि लखनहि सकल बिधि सनमानि कै ॥
जेहि नामु श्रुतकीरति सुलोचनि सुमुखि सब गुन आगरी ।
सो दई रिपुसूदनहि भूपति रूप सील उजागरी ॥ ३ ॥
अनुरुप बर दुलहिनि परस्पर लखि सकुच हियँ हरषहीं ।
सब मुदित सुंदरता सराहहिं सुमन सुर गन बरषहीं ॥
सुंदरी सुंदर बरन्ह सह सब एक मंडप राजहीं ।
जनु जीव उर चारिउ अवस्था बिमुन सहित बिराजहीं ॥ ४ ॥
(दोहा)
मुदित अवधपति सकल सुत बधुन्ह समेत निहारि ।
जनु पार महिपाल मनि क्रियन्ह सहित फल चारि ॥ ३२५ ॥
*
MP3 Audio
*
ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણના પણ લગ્ન
વરકન્યા ફરી રહ્યાં ફેરા જોતાં સ્નેહ સાથે સૌ અનેરા;
જાય વર્ણવી ના એ જોડી, ઉપમા સઘળી પડે થોડી.
રામસીતાની સુંદર છાયા મણિસ્તંભે પડે ધરી માયા;
કામદેવ ને રતિ જાણે રૂપ લઇ દેખે વિવાહ અનૂપ.
હતી દર્શન લાલસા ભારે છતાં સંકોચ બંનેને ત્યારે;
ક્ષણવાર જુએ ને લપાય, લોલ લોચન ક્લેશ કપાય.
બન્યા દર્શકો આનંદમગ્ન ભૂલ્યા ભાન બની સંલગ્ન;
મુનિ ફેરવી મંગલફેરા થયા કૃતકૃત્ય હર્ષે સવેળા.
સીતાશિર પર સીંદૂર રામે પછી લગાડયું પૂરણકામે,
શોભા અવર્ણનીય બની એ, બન્યાં ધન્ય વિલોકી બધાં તે.
રક્ત પરાગે પદ્મ ભરીને સર્પ સુધાનો લોભ કરીને
જાણે ચંદ્રનો કરે શૃંગાર, એના આનંદનો ના પાર.
બંને બેઠાં આસન પર એક, દેખી દશરથ સુખી થયા છેક;
પુણ્ય કલ્પવૃક્ષ ફળ જોઇ રહ્યું અંતર રંગથી રોઇ.
*
ત્રિભુવનમાં ઉત્સાહ છવાયો લગ્ન થવાથી રામતણું,
મંગલ મહાન મધુમય ઉત્સવ વાણીમાં હું કેમ વણું ?
વસિષ્ઠના આદેશથી થયા અન્ય લગ્ન માટે તૈયાર,
રાજા જનકે લેશ લગાડી કલ્યાણક્રિયામાં ના વાર.
કુશધ્વજની કન્યા ગુણવાળી માંડવી હતું જેનું નામ
ભરત સાથ પરણાવી એને કરતાં વિધિ સંપન્ન તમામ.
ઊર્મિલાને સકળ સુંદરી શિરોમણિ સરખી જાણી
પરણાવી લક્ષ્મણની સાથે સર્વપ્રકારે સન્માની.
સુંદર વદન લોચનોવાળી રૂપ શીલ ગુણ ખાણસમી
પરણાવી શત્રુઘ્ન સાથ શ્રુતકીર્તિ હૈયે ભરી અમી.
વરકન્યા અનુરૂપ પરસ્પર પામ્યાં હર્ષ તથા સંકોચ;
પ્રશસ્તિ કરવા લાગ્યા પુરજન, ખૂટયો શબ્દોકેરો કોશ.
સુંદર વર સહ સુંદર કન્યા સોહી મંડપ એક રહી,
ચાર અવસ્થા જીવહૃદયમાં જેવી વિભુ સંગાથ કહી.
(દોહરો)
મુદિત બન્યા નૃપ સુત સકળ નવવધુ સહ જોઇ
જેમ ચાર ફળ પામતાં ક્રિયા સહિત કોઇ.

