નીચેથી જ ઉપર
પર્વત પર પહોંચેલાને પેખીને
પર્વતની પ્રશાંત તળેટીએ ઊભેલા વિચારે ચઢે છે :
કેવી રીતે આ બધા ઉપર પહોંચી ગયા,
કેટલે બધે ઉપર પહોંચી ગયા;
આપણે તો એકદમ નીચે છીએ.
ત્યાં તો
એમનામાંના એકાદનો અંતરાત્મા કહે છે—
એ બધાય એક દિવસ નીચે હતા,
આવી રીતે જ નીચે હતા,
આપણી પેઠે જ નીચે હતા.
- શ્રી યોગેશ્વરજી