Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ના શૈલ સમ થવા માગું.

વિવિધ વૃત્તિના વાય વાયરા
તર્ક-વિતર્ક ભલે સળવળતા,
સંવેદનનો સ્વાનુભવ કરી
નિજ સ્વરૂપમાં જાગું.... ના શૈલ સમ

વિરોધ આવે વળી
વિરોધાભાસો અભિનવ ભાસે,
નિંદા-સ્તુતિ જય-પરાજયે
ના અશ્રુ સારવા લાગું.... ના શૈલ સમ

દોષ દઉં ના કોને, મમતા
ભલે મધુર ના ત્યાગું;
જીવનને સોમલ સમ સમજી
સ્વપ્ને પણ ના ભાગું.
કોમળ કુસુમ સમાન બનીને
સુખ અર્પું વણમાગ્યું.... ના શૈલ સમ

- શ્રી યોગેશ્વરજી