ચંદ્રમાનાં ઢળી વ્યોમથકી કિરણ
રજતરંગી રસાત્મક અર્ણવ ઉપર
રાસ રમતાં :
કિન્તુ કો કવિએ કહ્યું
કે પ્રસારી કોટિ કર આલિંગતો
ચંદ્ર અર્ણવનાં તરંગોને ચપળ
એહના અનુરાગના આસ્વાદની
તરંગો સંતૃપ્તિની ધારી દમક
કરે ગાઢ કૃતજ્ઞતા પ્રેમે પ્રકટ.
- શ્રી યોગેશ્વરજી
if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }
ચંદ્રમાનાં ઢળી વ્યોમથકી કિરણ
રજતરંગી રસાત્મક અર્ણવ ઉપર
રાસ રમતાં :
કિન્તુ કો કવિએ કહ્યું
કે પ્રસારી કોટિ કર આલિંગતો
ચંદ્ર અર્ણવનાં તરંગોને ચપળ
એહના અનુરાગના આસ્વાદની
તરંગો સંતૃપ્તિની ધારી દમક
કરે ગાઢ કૃતજ્ઞતા પ્રેમે પ્રકટ.
- શ્રી યોગેશ્વરજી