કુરબાની, કુરબાની, દેશ માટે કુરબાની.
આફત આવી દેશ ઉપર ત્યાં, શાંતિ હોય શાની ?
આગે બઢો, બધાં યે બોલી, વીર્ય ભરી વાણી ... કુરબાની, કુરબાની.
આઝાદી તો મૂંગાં માગે, પશું, પંખી, પ્રાણી;
ગુલામ કરનારાના લેજો, પ્રાણ તરત તાણી ... કુરબાની, કુરબાની.
પુરુષ, સ્ત્રી ને બાળક સૌ યે વાર કરો શાની ?
પ્રાણ હાથમાં રાખી રક્ષો આઝાદી માની ... કુરબાની, કુરબાની.
- શ્રી યોગેશ્વરજી

