ડોલી ઊઠ્યા હિમાળા ડુંગરા !
પેલી પારેથી ધાડાં આવ્યાં
જંગલને કરી પાર જાણે ઉંદરા ... ડોલી ઊઠ્યા.
ટોળાં હથિયાર સાથે ઉતર્યા,
ઉંઘી રહેલો જ્યારે ભારત દેશ, ટોળાં ઉતર્યા ... ડોલી ઊઠ્યા.
હીરલાએ હાક મારી દેશને,
રોકી શકાયે નહીં આખા દેશકેરા વેગને ... ડોલી ઊઠ્યા
હડસેલી કાઢો, ધાડાં હિંમતે,
ભરપાઈ કરી દેજો ભારેમાં ભારે કિંમતે ... ડોલી ઊઠ્યા.
ટોળાં, લૂંટારાના લાખો તણાં,
ઉડાવી દો ભૂક્કા હવે એમના હોંશે ઘણાં ... ડોલી ઊઠ્યા
જંગ જવાંમર્દ બની જીતજો,
ધાડાં બધાંએ જાય હિમાલય પાર, એવી પિટજો ! ... ડોલી ઊઠ્યા
- શ્રી યોગેશ્વરજી

