Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
હવે તો લડાઈનો અંત હો,
આ વિશ્વમાંથી હવે તો લડાઈનો અંત હો !
કાયમને માટે અંત હો,
આ વિશ્વમાંથી હવે તો લડાઈનો અંત હો !

વીસમી સદી આ તો વિશ્વના વિકાસની,
સર્વોચ્ચ એવી ગણાય જો;
વિજ્ઞાને કૂચ કરી કેવી છે ભારે ?
લડવાનો રહ્યો હવે અર્થ શો ? ... આ વિશ્વમાંથી.

માનવની એકતાની વાતો ચાલી રહીને,
વહેતા પ્રચાર હવે આજ તો;
ગોળા ભેગા કરી માનવ ગર્જી રહ્યો,
કરવા સુધારને વ્યર્થ હો ! ... આ વિશ્વમાંથી.

સામ્રાજ્યવાદનો વ્યાધિ મટો હવે તો,
શાંતિ તણી દીક્ષા બધાય લો;
માનવ મટી જઈને જનાવરના સમા,
કાળાં કરો નહીં કૃત્ય કો ! ... આ વિશ્વમાંથી.

- શ્રી યોગેશ્વરજી