કઠોપનિષદ

Adhyay 2, Valli 3, Verse 06-09

ઈન્દ્રિયો વિશે

इन्द्रियाणां पृथग्भावमुदयास्तमयौ च यत् ।
पृथगुत्पद्यमानानां मत्वा धीरो न शोचति ॥६॥
indriyanam pruthak bhavam udayastamayau cha yat ।
pruthag utpadya-mananam matva dhiro na shochati ॥6॥

ભિન્નભિન્ન ઈન્દ્રિયની સત્તા, કર્મ તેમનાં જૂદાં છે,
ઈન્દ્રિયથી પર નિજને માને જ્ઞાની તે ના શોક કરે. ॥૬॥
*
इन्द्रियेभ्य: परं मनो मनस: सत्त्वमुत्तमम् ।
सत्त्वादधि महानात्मा महतोऽव्यक्तमुत्तमम् ॥७॥
indriyebhyah param mano manasah sattvam uttamam ।
sattvat adhi mahan-atma mahato avyaktam uttamam ॥7॥

ઈન્દ્રિયથી મન શ્રેષ્ઠ છે કહ્યું, મનથી બુદ્ધિ ઉત્તમ છે;
બુદ્ધિ થકી છે શ્રેષ્ઠ જીવાત્મા, શક્તિ તેથી ઉત્તમ છે. ॥૭॥
*
अवयक्तात्तु पर: पुरुषो व्यापकोऽलिग्ड् एव च ।
यं ज्ञात्वा मुच्यते जन्तुरमृतत्वं च गच्छति ॥८॥
avyaktat tu parah purusho vyapako'linga eva cha ।
yam jnatva muchyate jantur amrutatvam cha gacchhati ॥8॥

પોતાની શક્તિથકી પણ છે ઉત્તમ વ્યાપક પરમાત્મા,
જેને જાણી મુક્ત થાય છે, અમર બને છે જીવાત્મા. ॥૮॥
*
न संदृशे तिष्ठति रुपमस्य न चक्षुषा पश्यति कश्चनैनम् ।
ह्रदा मनीषा मनसाभिक्लृप्तो य एतद् विदुरमृतास्ते भवन्ति ॥९॥
na sandrushe tishthati rupamasya
na chakshusha pashyati kashcan ainam ।
hrida manisha manasa'bhiklrupto
ya etat vidur amritaste bhavanti ॥9॥

દિવ્યરૂપ એ પરમાત્માનું પદાર્થ બનતાં ના આવે,
આંખથકી ના કોઈ તેના રૂપ સનાતનને ભાળે;
મનન કર્યાથી, ધ્યાન ધર્યાથી, શુદ્ધિ બુદ્ધિ ને અંતરથી,
જોવાયે તે રૂપ, જુએ તે અમૃતરૂપી જાય બની. ॥૯॥

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.