Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મંદિરની મુલાકાત હું કોઈ જ વાર લઉં છું એથી આશ્ચર્યચકિત થઈને એક પ્રતીમાપ્રેમીએ મારી મુલાકાત લીધી, ને મને તે વિશે પ્રશ્ન પૂછ્યો; તો મેં તેને કહ્યું, પ્રેમી ! મંદિર માટે મને માન છે, પરંતુ મારું મંદિર ઘણું વિશાળ છે. સર્જન સારુંયે સુંદર મંદિર છે, ને એમાં જે કાંઈ છે તે બધું જ પ્રતિમામય. સૌની અંદર હું એ વિરાટ ચેતનાનું દર્શન કરું છું, ને સૌનેય મનોમન વંદન કરું છું. મંદિરની મુલાકાત હું કોઈક જ વાર લઉં છું એ સાચું છે, પરંતુ આટલા પરથી સમજી શકશો, ને સહેલાઈથી સમજી શકશો, કે હું મંદિરમાં જ શ્વાસ લઉં છું.

એની આંખ પરથી હું સમજી શક્યો કે મારા ઉત્તરથી એને આનંદ થયો.

- શ્રી યોગેશ્વરજી

*  *  *

मंदिर में मैं शायद ही कभी जाता हूँ, इससे आश्चर्यचकित होकर एक प्रतिमा-प्रेमी ने मुझसे मिलकर इसके संबंध में प्रश्न पूछा ।

मैंने उसके प्रत्युत्तर में कहा - ‘प्रेमी ! मंदिर के प्रति मुझे मान है, किन्तु मेरा मंदिर महान, अधिक मंगलमय और विशाल है । समस्त सर्जन सुंदर मंदिर है, और उसमें जो कुछ है, सभी प्रतिमामय । सबके अंदर मैं उस विराट चेतना का दर्शन करता हूँ और सभी को मनोमन वंदन । मंदिर में मैं शायद ही कभी जाता हूँ; फिर भी इतने स्पष्टीकरण से आप सरलता से समझ सकेंगे कि मैं मंदिर में ही श्वास लेता हूँ ।’

उसकी मुखाकृति से मैं समझ सका कि मेरे उत्तर से उन्हें आनंद हुआ ।