જીવન ને મરણ

જીવન ને મરણ ... ! લોકો એમાંથી એકનો ઉત્સવ કરે છે ને બીજાનો શોક. એકને માટે આનંદની અભિવ્યક્તિ ને બીજાને માટે આક્રંદ. પણ એમના રહસ્યને ભાગ્યે જ કોઈ જાણે છે. ને જે જાણે છે તે હર્ષ ને શોક, ઉલ્લાસ ને આક્રંદ, ઉભયથી, અતીત થઈ જાય છે.

નાટકના રંગમંચ પર એક અભિનયપટુ અભિનેતા આવે ને પાઠનો પ્રારંભ કરે તે જીવન, ને વિશ્રામની કક્ષામાં પ્રવેશ કરવા રંગમંચ પરથી વિદાય થાય તે મરણ. અથવા એમ કહો કે ઉસ્તાદના હાથમાં સુશોભિત, સુંદર સિતારનો સૂર છૂટે તે જીવન, ને સિતારમાંથી કામચલાઉ સમય સારું સૂર છૂટે નહિ ને શાંત થાય તે મરણ. અથવા તો પ્રભાતના પ્રથમ પ્રહરમાં, પંખી પોતપોતાના માળા મૂકીને, વિહાર માટે નીકળી પડે તે જીવન, ને સમીસાંજે, સંધ્યાની સુરખિ શરૂ થતાં કે સમાપ્તિ પર પહોંચતા, પોતાના માળામાં પાછા પ્રવેશ કરે તે મરણ. અથવા તો પિયૂષના એક પ્યાલાને અધર પર અડાડી પીયૂષનું પાન કરવામાં આવે તે જીવન, ને એ પ્યાલાને અલગ કરીને બીજા પીયૂષ પ્યાલાનું પ્રદાન કરવામાં આવે તે મરણ.

જીવન ને મરણ ... ! લોકો એમાંથી એકને સુહ્રદ સમજે છે, ને બીજાને શત્રુ. એકને આદરથી અવલોકે છે, ને બીજાને અનાદરથી. એકથી નિર્ભય બને છે, ને બીજાથી ભયભીત. પરંતુ એમના મર્મને કોઈક, ને કવચિત જ જાણે છે. જે જાણે છે તે હર્ષ ને શોક, આદર ને અનાદર, નિર્ભયતા ને ભય, સૌથી પર બની જાય છે. તેને માટે જીવન જ જીવન રહી જાય છે, એકમાત્ર અમર જીવન રહી જાય છે, ને મરણ મરી જાય છે.

- શ્રી યોગેશ્વરજી

*  *  *

जीवन और मरण ... ! लोग उनमें से एक का उत्सव करते हैं और दूसरे का शोक । एक के लिये आनंद की अभिव्यक्ति और दूसरे के लिये क्रंदन । किन्तु उनके रहस्य को शायद ही कोई जानता है । और जो जानता है, वह हर्ष और शोक, उल्लास और क्रंदन – उभय से अतीत हो जाता है ।

नाटक के रंगमंच पर एक अभिनयपटु अभिनेता आकर पाठ का प्रारंभ करता है – वह जीवन, और विश्राम-कक्ष में प्रवेश करने रंगमच पर से प्रयाण करता है – वह मरण ।

अथवा ऐसा कहो, उस्ताद के हाथमें सुशोभित, सुंदर सितार का स्वर छूटता है – वह जीवन, और सितार में से कामचलाउ समय के लिये स्वर नहीं छूटता या शांत बनता है – वह मरण ।

अथवा प्रभात के प्रथम प्रहर में पक्षी अपने-अपने नीड़ त्यागकर विहार के लिये निकल जाते हैं – वह जीवन, और संध्या के सुभग समय में सुर्खी के आरंभ में अथवा समाप्ति पर पहुँचते, अपने नीड में पुनः प्रविष्ट होते हैं – वह मरण ।

अथवा पीयूष के प्याले को अधरों पर रखकर पीयूषपान करने का अवसर मिले – वह जीवन, और उस प्याले को विलग करके अन्य पियूष-प्याले को दिया जाये – वह मरण ।

जीवन और मरण ... ! लोग उनमें से एक को सुखद समझते हैं, और दूसरे को शत्रु । एक को आदर से देखते हैं, दूसरे को अनादर से । एक से निर्भय बनते हैं, दूसरे से भयभीत । किन्तु उनके मर्म को कदाचित् और कोई ही जानता है । जो जानता है, वह हर्ष और शोक, आदर और अनादर, निर्भयता और भय, सबसे पर हो जाता है । उसके लिये जीवन-ही-जीवन रह जाता है, एकमात्र अमर जीवन रह जाते है, मरण मर जाता है ।

Add comment

Security code
Refresh

Today's Quote

Violence can only be concealed by a lie, and the lie can only be maintained by violence.
- Solzhenitsyn

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.