સંસ્મરણની સામગ્રી

વિશ્વના વિવિધ વાતાવરણમાં વસીને, સનાતન શાંતિ તથા સંપૂર્ણ સુખથી સંપન્ન તે જ બની શકે, જે પોતાની અંદર, અંતરના અંતરતમમાં લીન થાય, અથવા આત્મામાં ઓતપ્રોત બની જાય. સાંસારિક સુખ ને આનંદની આશાથી રાતદિન રડનાર ને ફેરા ફરનારને તેની પ્રાપ્તિ કદાપિ ના થઈ શકે. એટલા માટે, કહેવાતા ઈન્દ્રજન્ય આનંદની આકાંક્ષા તેમજ શોધને છોડી દે, ને સર્વશક્તિમાનના ક્ષીરસાગરમાં ડૂબકી મારી લે 

વિશ્વના વિવિધ વાતાવરણમાં વસીને, સનાતન શાંતિ તથા સંપૂર્ણ સુખથી સમૃદ્ધ તે જ બની શકે, જે સંસક્તિનાં બધાં જ બંધનને નિર્દયતાપૂર્વક તોડી નાખે, ને પોતાના જ્ઞાનની સમસ્ત સંપત્તિ પોતાની ને પારકાની પ્રસન્નતા સારું સુરક્ષિત રાખે કે વાપરી નાખે. એટલા માટે કહેવાતા ઈન્દ્રિયજન્ય આનંદની આકાંક્ષા તેમજ શોધને છોડી દે, ને સર્વશક્તિમાનના ક્ષીરસાગરમાં ડૂબકી મારી લે 

વિશ્વના વિવિધ વાતાવરણમાં શ્વાસ લઈને, સનાતન શાંતિ તથા સંપૂર્ણ સુખથી સુશોભિત તે જ બની શકે, જે સાંસારિક પદાર્થોના માલિકીપણાનો ત્યાગ કરી દે, ને પોતાનું મુખત્યારનામું ઈશ્વરના હાથમાં અર્પણ કરીને શાંતિનો શ્વાસ લે. એટલા માટે, કહેવાતા ઈન્દ્રિયજન્ય આનંદની આકાંક્ષા તેમજ શોધને છોડી દે, ને સર્વશક્તિમાનના ક્ષીરસાગરમાં ડૂબકી મારી લે 

આવાગમનનો અંત એ પછી જ આવી શકે, અને આત્મા પણ ત્યારે જ મુક્તિના મહારસને માણી શકે. શોધ સફળ બને તથા તૃષાને તૃપ્તિ મળે. સંતપુરૂષના આ સ્વર્ગીય સંગીતને સાંભળી લે, ને સંસ્મરણની સામગ્રી કરી દે 

- શ્રી યોગેશ્વરજી

*  *  *

विश्व के विविध वातावरण में रहकर, सनातन शांति और संपूर्ण सुख से संपन्न वही हो सकता है, जो अपने अंदर, अंतर के अंतरतम में लीन बने, अथवा आत्मा में ओतप्रोत हो जाय । सांसारिक सुख और आनंद की आशा से रात-दिन रोनेवाले और परिश्रम करनेवाले को उसकी प्राप्ति कदापि नहीं हो सकती । इसीलिये, कहलानेवाले इन्द्रियजन्य आनंद की आकांक्षा और खोज को छोड़ दे, तथा सर्वशक्तिमान के क्षीरसागर में गोता लगा ले !

विश्व के विविध वातावरण में वास करके, सनातन शांति और संपूर्ण सुख से समृद्ध वही बन सकता है, जो संसृति के समस्त बंधनो को निर्दयतापूर्वक तोड़ दे, और अपने ज्ञान की समस्त संपत्ति स्व और पर की प्रसन्नता के लिये सुरक्षित रखे या खर्च करे । इसीलिये, कहलानेवाले इन्द्रियजन्य आनंद की आकांक्षा तथा खोज को छोड़ दे, और सर्वशक्तिमान के क्षीरसागर में गोता लगा ले !

विश्व के विविध वातावरण में श्वास लेकर, सनातन शांति तथा संपूर्ण सुख से सुशोभित वही बन सकता है, जो सांसारिक पदार्थों के आधिपत्य को त्याग दे, और अपना मुख्तारनामा ईश्वर के हाथ में अर्पित करके चैन की साँस ले । इसीलिये, कहलानेवाले इन्द्रियजन्य आनंद की आकांक्षा तथा खोज को छोड़ दे, और सर्वशक्तिमान के क्षीरसागर में गोता लगा ले !

आवागमन का अंत इसके बाद ही आ सकता है और आत्मा भी तभी मुक्ति के महारस का आस्वादन कर सकता है । तभी खोज परिपूर्ण होती है तथा तृषा को तृप्ति मिलती है । संतपुरुष के स्वर्गीय संगीत को सुन ले और खुद को संस्मरण की सामग्री कर ले !

Add comment

Security code
Refresh

Today's Quote

In just two days, tomorrow will be yesterday.
- Anonymous

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.