મધુમય મહીની કલ્પના

વિજ્ઞાનની મદદથી માનવે હવે પૃથ્વીની પ્રદક્ષિણા પૂરી કરી છે, ને ચંદ્રમાં મુસાફરી કરવાના સ્વપ્ના શરૂ કર્યા છે. એની અભિલાષા સફળ થવાની સંપૂર્ણ શક્યતા છે.

સંસ્કૃતિની વાતો કરનારો માનવ સૌને રોટી ને રોજી પૂરી પાડવાની પ્રવૃત્તિ કરે છે, ને સૌને આશ્રયસ્થાન અને વિદ્યાની પ્રાપ્તિ થાય એવી યોજના ઘડે છે. કારખાનાં ને નહેરો તથા બંધોનું નિર્માણ કરીને ઉત્પાદનને વધારવાની ને જીવનધોરણ સુધારવાની એ કોશીશ કરે છે. એની યોજના કે કોશીશ સફળ થવાની સંપૂર્ણ શક્યતા છે.

એ બધુ જોઈને મારો પ્રાણ પ્રસન્ન થાય છે. પરંતુ માનવના પ્રાણને જો કેદ કરી દેવામાં અને અનેક પ્રકારની ધાકધમકી, યંત્રણા ને ગુલામીથી ગૂંગળાવી નાખવામાં આવશે, તો સંસ્કૃતિની એ સાધના સર્વોત્તમ નહિ કહેવાય. એવી સાધના ને સંસ્કૃતિ મારા અલૌકિક, અસાધારણ, આત્માની આરાધનાના આધારરૂપ નહિ બની શકે, જેમાં બીજું બધું જ હશે, ને સર્વોત્તમ સ્વરૂપમાં હશે, પરંતુ માનવ નહિ હોય, માનવની મુક્તિની માવજત તથા મહેફિલ નહિ હોય ને માનવને નામે દાનવનું વર્ચસ્વ ફેલાયું હશે.

ના, ના એવી સાધના ને એવી સંસ્કૃતિને ઉપાસીને કે સ્વીકારીને હું શું કરીશ   મારો આ દેવદુર્લભ, દેવપ્રિય, દેવદૂત દેશ પણ શું કરશે  દુનિયા પણ શું કરશે, ને એનો આરાધક સમાજ પણ શું કરશે  દેશને જ નહિ, દુનિયાને પણ એ દાવાનળમાં ધકેલી દેશે.
માટે જ મારી અરજ છે કે એ સંસ્કૃતિ ને સાધનનો સમન્વય કરો પૂર્વ ને પશ્ચિમનો સંગમ કરો. તમારું વિજ્ઞાન ને અમારું માનવ સુધાર તથા સમુન્નતિ ને માનવ-સ્વતંત્રતાનું શાસ્ત્ર ભલે એક કરો અને એવી એકતાને પરિણામે, માનવના અંતરને આલોકિત કરો ને સદાને સારુ ઊર્ધ્વગામી કરીને, માનવ ને માનવસંસ્કૃતિની સુરક્ષા કરો એમના સાચા સંરક્ષક ઠરો. કવિની જુગજૂની, મધુમયી મહીની કલ્પના એ રીતે  સાકાર કરો.

- શ્રી યોગેશ્વરજી

*  *  *

विज्ञान की मदद से मानव ने पृथ्वी की प्रदक्षिणा पूरी करके चंद्र की विजय-यात्रा के स्वप्न शुरू किये हैं । उसकी अभिलाषा सफल होने की पूरी संभावना है ।

संस्कृति की बातें करनेवाले मानव की प्रवृत्ति सबको रोजी और रोटी प्रदान करने की है, और वह सबको आश्रयस्थान और विद्या की प्राप्ति हो, ऐसी योजना बनाता है । कारखाने, नहरें तथा बाँधो का निर्माण करके उत्पादन बढ़ाने की और जीवन का स्तर सुधारने की कोशिश करता है । उसकी योजना तथा कोशिश सफल होने की संपूर्ण संभावना है ।

यह सब देखकर मेरा प्राण प्रसन्न होता है किन्तु मानव-प्राण को कैद करने और उसे अनेक प्रकार की धाक-धमकी तथा यंत्रणा देने और गुलामी से घोंटने का कार्य करनेवाली संस्कृति की यह साधना सर्वोत्तम कभी नहीं कहलायेगी । ऐसी साधना और संस्कृति अलौकिक, असाधारण, आत्मा की आराधना का आधारस्तंभ रूप कभी नहीं बन पायेगी । उसमें और सब कुछ होगा, सर्वोत्तम स्वरूप में होगा; परंतु मानव नहीं रहेगा, मानव-मुक्ति की कामना और मुक्ति की महफिल नहीं होगी, और मानव की अपेक्षा दानव का वर्चस्व फैला होगा ।

नहीं, नहीं । ऐसी साधना और संस्कृति की उपासना करके अथवा उसे अंगीकार करके मैं क्या करूँगा ? मेरा देवदुर्लभ, देवप्रिय, देवदूत देश भी क्या करेगा ? दुनिया भी क्या करेगी और उसका आराधक समाज भी क्या करेगा ? देश को ही नहीं, सारी दुनिया को वह दावाग्नि में भस्म कर देगी ।

इसीलिये मेरी अर्ज है कि उस संस्कृति एवं साधना का समन्वय करो; पूर्व तथा पश्चिम का समन्वय करो । आपका विज्ञान और हमारा मानव-सुधार तथा समुन्नति और मानव-स्वतंत्रता का शास्त्र – इनको एक करो; और इस एकता के परिणामस्वरूप, मानव के अंतर को आलोकित करो और सदा के लिये उर्ध्वगामी करके मानव और मानव-संस्कृति का संरक्षण करो; उनके सच्चे संरक्षक बनो ! कवि की युग-युगों की, मधुमयी मही की कल्पना को उसी प्रकार साकार करो !

Add comment

Security code
Refresh

Today's Quote

The journey of a thousand miles begins with a single step.
- Chinese proverb

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.