Friday, September 25, 2020

જ્ઞાનીની દૃષ્ટિ

રાજમહેલના રસ્તા પર એક ફૂલવાડી હતી. તેમાં શરદની એક સાંજે સ્ત્રીઓની મંડળી જામી હતી. ફૂવારાની આસપાસ બેઠેલી એ મંડળી સુંદરતા ને પ્રેમના ફૂવારા જેવી દેખાતી હતી.

એ સાંજે હું પણ અચાનક એ ફૂલવાડીમાં પહોંચી ગયો; ત્યારે મેં ત્યાં એક કૌતુક જોયું. એક ડાહ્યો દેખાતો યુવાન ફૂલવાડીના બાંકડા પર બેસીને મંડળીમાંની બે ત્રણ સુંદર કન્યાને એકીટસે જોયા કરતો હતો. તેના હાથમાં ગીતાનો ગ્રંથ જોઈને મેં જ્ઞાનમાર્ગનો મુસાફર માન્યો ને નવાઈથી પૂછ્યું: ‘જ્ઞાનીઓ તો સ્ત્રીમાત્રથી દૂર રહેવાનું કહે છે. છતાં તમે હાથમાં ગીતાનો ગ્રંથ લઈને આ સુંદર સ્ત્રીને જોયા કરો છો તે શું બરાબર છે?’

તેણે મને તરત જ ઉત્તર આપ્યો: ‘ભાઈ, જ્ઞાની સ્ત્રીને જોવાની ના નથી પાડતા પણ સ્ત્રીને વિકારી નજરે જોવાની ના કહે છે. માટે હું તો સ્ત્રીમાત્રને જોયા કરીશ, ધારી ધારીને જોયા કરીશ, તેની મધુરતા ને સુંદરતાને વંદન કરીશ, ને તેનામાં ઈશ્વરની વિરાટ શક્તિનું દર્શન કરીશ. શક્તિના પ્રત્યક્ષ સ્વરૂપ જેવી, પ્રેમ ને મધુરતાની મૂર્તિ જેવી સ્ત્રીને હું નેહની નજરે જોયા કરીશ: આંખ, અંતર ને અંગમાં વિકાર ના ઊઠે એ રીતે જ્યારે જ્યારે વખત મળશે ત્યારે જોયા કરીશ. શક્તિના સાક્ષાત્કારની એ સહેલી સાધનાની ઉપેક્ષા હું કદીપણ ના કરીશ.’

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Contentment is not the fulfillment of what you want, but the realization of how much you already have.
- Unknown

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok