મારે દુનિયામાં મહાન કામો કરવાનાં છે એ સાચું,
ને તે માટે મારે મારા તનમનની ખૂબખૂબ સંભાળ રાખવાની છે એ પણ સાચું,
પરંતુ તમારા સાથ ને સહકાર વિના એ બધું ભાગ્યે જ થઈ શકશે.
મારું જીવન ઉજ્જવળ ને મંગલમય બને તે માટે મારે તમારી મદદની જરૂર છે.
તમારા પ્રેમની પ્યાસ મારા પ્રાણને લાગી ગઈ છે.
તે શમી જાય તે જરૂરી છે, કેમ કે તે વિના મને શાંતિ નહિ મળી શકે
ને મારું હૃદય બીજા કોઈને રૂપ, રસ કે કામ માટે કામનું નહિ રહે.
માટે જ કહું છું કે મારા ને તમારા સંસારના મંગલને માટે પણ
તમે મારા પર તમારી પરિપૂર્ણ કૃપા વરસાવો,
ને મારાં જીવનસાથી કે આશ્રયદાતા બનો તે જરૂરી છે.
- શ્રી યોગેશ્વરજી

