Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
કોઈ પણ સંજોગોમાં હવે હું તમને છોડી શકું તેમ નથી એ નક્કી છે.
હવે તો આપણો પ્રેમ ઘણો પુરાણો ને પ્રબળ થઈ ગયો છે,
ને જીવનનાં બધાં જ પાસાં પર પ્રસરી ચૂક્યો છે.
તમારી સાથે મારો એવો તો અનુરાગ થઈ ગયો છે,
મારી એવી તો માયા થઈ ગઈ છે કે,
તમને છોડવાનો કે તમારી સાથે સંબંધ વિચ્છેદ કરવાનો વિચારે હવે તો આવી શકે તેમ નથી.
આપણો પ્રેમ એવો પ્રબળ થઈ ગયો છે.

આપણાં અંતર એકમેક સાથે મળીને મસ્ત બની ગયાં છે,
ને આપણા શ્વાસોશ્વાસ એક થઈ ગયા છે.
જનમોજનમનાં સાથી રહેવા માટે આપણાં અંતર તૈયાર થઈ ગયાં છે.

માટે જ કહું છું કે ધરતીમાંથી રસકસ ઊડી જાય,
ને ગ્રહ ને નક્ષત્ર ઠંડા બરફ જેવા થાય,
તો પણ હું તમને છોડી શકું તેમ નથી.

- શ્રી યોગેશ્વરજી