Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
બીજા મારે માટે શું માને છે તેનો વિચાર કરીને હું તમારા પ્રેમને હળવો કરીશ નહિ -
તેનાથી છૂટાછેડા પણ ન લઉં.
હું તમને કાયમ માટે આવો ને આવો જ અપાર પ્રેમ કર્યા કરીશ.

બીજાના વિચાર કરતાં તમારો વિચાર મારે માટે મહત્વનો છે.
તમે જ મારાં પરમપદ, ધ્રુવપદ ને શાંતિસુખ છો.
તમારાથી વધારે પ્રિય ને હિતકારક બીજું કોઈ જ નથી.
એ ભાવના મારા મનમાં અનુભવસિદ્ધ થઈને ઘર કરી બેઠી છે.
તમને પ્રેમ કર્યા વિના ને મળ્યા વિના મને કળ વળતી નથી ને ચેન પડતું નથી.

માટે જ કહું છું કે તમારા પ્રેમને હું હળવો નહિ કરું.
તેનાથી છૂટાછેડા પણ નહિ લઉં.
મારાથી તેમ બની જ નહિ શકે.
હું તો તમને કાયમને માટે આવો ને આવો અપાર પ્રેમ કર્યા કરીશ.

- શ્રી યોગેશ્વરજી