Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
તમે કેટલાં બધાં કોમળ ને સરળ છો !
એક નાની બાલિકા જેવાં જ નિખાલસ, નિષ્પાપ, સરસ ને સરલ !
મધુર પણ તેવાં જ.
મુખ પર ને સારાય શરીરમાં જાણે મધુ લઈને જ ફરો છો.
તમારા સ્વરૂપનો મધપૂડો ખૂબ જ મંગલમય ને મનહર છે.

એનો આસ્વાદ લઈને હું નિરંતર ઉછરું છું, ચેતન મેળવું છું, ને જીવું છું.
મારા તરસ્યા આતમને તમારી પ્રેમગંગાથી પરિપ્લાવિત કરી હું તૃપ્તિ પામું છું,
ને વરસાદી વાદળની જેમ જે તમારી જ પાસેથી મેળવું છું
તે સંગીતની સુધાવર્ષામાં તમારે માટે વરસાવ્યા કરું છું.

- શ્રી યોગેશ્વરજી