મધરાત પછી તે મારે મંદિરે આવી પહોંચી
ને મારા ચરણમાં પ્રણિપાત કરી કંઠમાં તાજાં ફૂલની માળા પહેરાવી બોલી :
મારા પ્રભુ, આ મારી પૂજા. આને સાધારણ માળા ના સમજશો.
આ તો મારા પ્રાણની ગતિ છે, મારા જીવનનું સંગીત છે.
મને તેની વાત સમજાઈ નહિ. મેં કહ્યું : મને વળી માળા ?
જરૂર. તેણે ઉત્તર આપ્યો; પ્રેમીની માળા લઈલઈને હું થાકી ગઈ છું.
પ્રેમની કૃપા છે કે હું પૂજા ને માળાની અધિકારિણી બની છું.
મારા હૃદયની કૃતજ્ઞતા આજે આ માળાના રૂપમાં તમારી આગળ રજૂ કરી રહી છું
ને તમને પૂજી રહી છું એ મારું સદભાગ્ય છે.
- શ્રી યોગેશ્વરજી

