Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મારા આશ્રમના એકાંત ઉપવનનાં આ ફૂલ !

માળીએ એમને ચૂંટીને દેવમંદિરે મૂકી દીધાં છે : મંદિરની મૂર્તિની શોભા કર્યાં છે. એથી એ ફૂલ ને દેવતા બંને કૃતાર્થ થયા છે.

એવાં જ પણ એથીયે અનોખાં છે મારા અંતરના આંગણિયે ઊગેલાં આ ફોરમવંતા ફૂલ ! લાલ ને શ્વેતરંગી સુંદર કમળ જેવાં એ તમારે માટે છે : તમારા જ અભિષેક અને આનંદ માટે છે.

એમના રૂપમાં આવિર્ભાવ પામેલું મારું અંતર અને અંગનું અણુએ અણુ આજે તમારે શ્રીચરણે ધરું છું ને પૂજા પૂરી કરું છું !

(૩૦-૩-૧૯૬૦, બુધવાર)

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)